માઉન્ટ આબુ વેધશાળા
માઉન્ટ આબુ વેધશાળા માઉન્ટ આબુ શહેર નજીક રાજસ્થાનમાં આવેલી છે. આ વેધશાળા ગુરૂ શિખર પર ૧૬૮૦ મીટરની ઉંચાઇ આવેલી છે જે અરવલ્લી પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર છે. અહીં સ્થાપિત કરવામાં આવેલું ૧.૨ મી ઇન્ફ્રારેડ ખગોળીય દૂરબીન[૧] એ ભારતમાં અવકાશી પદાર્થોના ઇન્ફ્રારેડ નિરિક્ષણ માટેનું સૌપ્રથમ દૂરબીન હતું. વધુમાં હવામાંના ઓછા ભેજને કારણે (શિયાળા દરમિયાન ૧-૨ મીમી) ગુરુ શિખર ઇન્ફ્રારેડ દૂરબીન નિરિક્ષણ માટેની આદર્શ જગ્યા બને છે. આ જગ્યા પરથી ઉત્તમ (વર્ષમાં ૧૫૦ વાદળ વગરની રાત્રિઓ) અવકાશી નિરિક્ષણો થઇ શકે છે.[૨] આ વેધશાળાનું સ્થાપન તથા સંચાલન ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાના સંશોધન કાર્યક્રમ અંતર્ગત થયેલ છે.
સ્થાન
[ફેરફાર કરો]આ વેધશાળા અરવલ્લી પર્વતમાળાના સર્વોચ્ચ શિખર ગુરૂ શિખર પર ૧૬૮૦ મીટરની ઉંચાઇએ આવેલી છે.[૩]
નિરિક્ષણ
[ફેરફાર કરો]માઉન્ટ આબુમાં વર્ષમાં ૨૦૦ રાત્રિઓ વાદળ વગરની રહે છે, જેમાંથી ૧૫૦ રાત્રિઓ દરમિયાન ફોટોમેટ્રિક નિરિક્ષણો થઇ શકે છે.[૪]
સુવિધાઓ
[ફેરફાર કરો]વેધશાળા ૧.૨ મી ઇન્ફ્રારેડ ખગોળીય દૂરબીનથી સજ્જ છે. વધુમાં NICMOS ઇન્ફ્રારેડ કેમેરા અને સ્પેક્ટ્રોગ્રાફ, ફેબ્રે-પેરોટ સ્પેકટ્રોમીટર, ઉચ્ચ સમયની ક્ષમતા ધરાવતું ઇન્ફ્રારેડ ફોટોમીટર, ઓપ્ટિકલ પોલેરીમીટર અને ફાઇબર-જોડાણ ધરાવતું સ્પેકટ્રોગ્રાફ જેવી સુવિધાઓ અહીં રહેલી છે.[૫] નવું ઉચ્ચ ક્ષમતા વાળું ઓપ્ટિકલ સ્પેકટ્રોમીટર, PRL Advanced Radial-velocity All-sky Search (PARAS) જે સૂર્યમાળા બહારના ગ્રહોને શોધવા માટે વપરાય છે, અહીં એપ્રિલ ૨૦૧૨થી કાર્યરત કરવામાં આવ્યું છે.[૪]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Padmanabhan, Thanu (1997), New Challenges In Astrophysics, New Age International, p. 164, ISBN 978-81-224-1120-1, http://books.google.com/books?id=AQCqVcbaZb8C&pg=PA164
- ↑ Optical, Infrared and Radio Telescope Facilities in India.
- ↑ Shah, R. R.; N. S. Jog; D. V. Subhedhar; D. V. Subhedar; A. D. Bobra; H. T. Rangooni; S. N. Mathur; P. S. Patwal; et al. (2005). "The telescope control system at Mt. Abu infrared observatory" (PDF). Bulletin of the Astronomical Society of India. 33: 237–243. Bibcode:2005BASI...33..237S. મેળવેલ 9 February 2014.
- ↑ ૪.૦ ૪.૧ Ramachandran, R (19 April 2013). "Indian search". Frontline. મેળવેલ 9 February 2014.
- ↑ "PRL - Astronomy & Astrophysics Division". PRL. મેળવેલ 9 February 2014.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- PRL ખગોળશાસ્ત્ર અને ખગોળભૌતિક વિજ્ઞાન વિભાગની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૨-૦૧ ના રોજ વેબેક મશિન