લખાણ પર જાઓ

શૂન્યાવકાશ

વિકિપીડિયામાંથી

શૂન્યાવકાશ એટલે એવી જગ્યા જ્યા કોઈ ભૌતિક પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી, પૃથ્વી ઉપર દરેક જગ્યાએ હવા અસ્તિત્વ ધરાવે છે, જે સ્થળ કે પાત્ર આપણને સામાન્ય રીતે ખાલી લાગે છે,તે વાસ્તવિક રીતે હવાથી ભરેલાં હોય છે. આમ, જે જગ્યા કે પાત્રમાં હવા કે અન્ય કોઇપણ પદાર્થ હાજર ન હોય તેને શૂન્યાવકાશ કે શુન્ય અવકાશ તરીકે વ્યાખ્યાઇત કરવામાં આવે છે.ભૌતિકશાસ્ત્રિઓ ઘણીવાર પૂર્ણ-શુન્યાવકાશની સ્થિતિમાં કેવા પરિણામો મળે છે,તેના વિશે ચર્ચા કરતા હોય છે. ઇજનેરી તેમજ એપ્લાયડ ફીઝિક્સના સંદર્ભમાં એવુ સ્થાન જ્યાનું દબાણ વાતાવરણીય દબાણથી નોંધપાત્ર રીતે ઓછું હોય તેને શૂન્યાવકાશ કહેવામાં આવે છે.[]

લેબોલેટરીમાં સર્જાતા શૂન્યાવકાશની ગુણવત્તા, તે પૂર્ણ-શૂન્યાવકાશથી કેટલુ નજીક છે તેના ધ્વારા નકકી થાય છે. જો બાકીની પરિસ્થિતિઓ (જેમકે; તાપમાન,પાત્રનુ કદ) સમાન રાખવામાં આવે તો ઓછુ દબાણ એ સારી-ગુણવત્તાના શૂન્યાવકાશનુ સુચક છે. ઉદાહરણ તરીકે ઘરમાં વપરાતુ વેક્યુમ ક્લીનર દબાણને ૨૦% સુધી ઘટાડી શકે છે.

૨૦મી સદીમાં વેક્યુમ ટ્યુબ અને ઇનકેન્ડેસન્ટ લાઇટ બલ્બના આવિષ્કાર સાથે શૂન્યાવકાશ ઉદ્યોગો માટે પણ મહત્વનું સાબિત થયુ.ત્યારબાદ ઘણા પ્રકારની શૂન્યાવકાશ સબંથી તકનીકો અસ્તિત્વમાં આવી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Harris, Nigel S. (1989). Modern Vacuum Practice. McGraw-Hill. પૃષ્ઠ 3. ISBN 978-0-07-707099-1.